મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં વાલોઠા ગામનાં નિશાળ ફળિયામાં એક મહિલા પોતાના ઘરે દેશી દારૂની ભટ્ટી મૂકી દારૂ ગાળી દેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીનાં આધારે તારીખ 19/03/2024નાં રોજ પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં એક મહિલા હાજર મળી આવી હતી જેથી મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ ઉષાબેન મહેન્દ્રભાઈ ગામીત (રહે.વાલોઠા ગામ, નિશાળ ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે આજુબાજુમાં તપાસ કરતાં ઘરની પજારીમાંથી ધુમાડો નીકળતો હોય જેથી ત્યાં જઈ જોતા પથ્થર તથા માટીનો ચૂલો બનાવેલ હતો અને દેશી દારૂ બનાવવાની ભટ્ટી મળી આવતાં પોલીસે મહિલા પાસે પાસ પરમિટની માંગણી કરતા મહિલાએ પરમિટ નહીં હતી તેવું જણાવ્યું હતું. આમ, પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવાનાં સાધનો જેમાં એલ્યુમિનિયમનો હાંડો, પિત્તળની દેગડી, ઠંડુ-ગરમ રસાયણ તથા દેગડીમાનો અને પ્લાસ્ટિકના કેનમાં મળી આવેલ દેશી દારૂ બનાવવાનાં સાધનો મળી આવતાં કબ્જે કરાયા હતા, જ્યારે દેશી દારૂ બનાવવા માટે ગોળ પૂરો પાડનાર પ્રેમલાલ મેવારામ ગુજ્જર (રહે.કરંજવેલ ગામ, ખખડિયા ફળિયું, વ્યારા)નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500