Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં સાસરીમાં પતિ તેની પ્રેમિકા અને પરિવાર દ્વારા ત્રાસ ગુજારવામાં આવતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ આપી

  • July 01, 2024 

સોનગઢ તાલુકામાં પિયરમાં રહેતી પરિણીતાને ભાવનગર ખાતે સાસરીમાં પતિ, તેની પ્રેમિકા અને પરિવાર દ્વારા ત્રાસ ગુજારવામાં આવતા પરિણીતાએ પોલીસમાં ફરિયાદ આપી છે. જયારે હાથના નખ અને દાંત વડે શરીરે બચકાં ભરી ત્રાસ ગુજારનાર પતિ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ જુનાગામ ખાતે રહેતી 30 વર્ષની મુસ્લિમ પરિણીતાના વર્ષ 2017માં અલીહસનેન સાબીરભાઈ જીવાણી (રહે.રજા મંજિલ, ઈબ્રાહીમ મસ્જિદની ગલીમાં, શિશુ વિહાર, તા.જી.ભાવનગર) સાથે થયા હતા. પતિ અલીહસનેન પેસ્ટ કંટ્રોલ સર્વિસનો વેપાર કરે છે.


શરૂઆતમાં ઘરના તમામ લોકો સાસરીમાં પરિણીતાને સારી રીતે રાખી હતી. દરમિયાન થોડા સમય પહેલા અલીહસનેનનું જુવેરીયા લાખાણી નામની પરસ્ત્રી સાથે અફેર હોવાની પરિણીતાને જાણ થઈ હતી. જે અંગે સાસરીમાં પહેલાથી જ તમામ લોકોને જાણ હતી. પરંતુ પરિણીતાથી વાત છુપાવી હતી. જુવેરીયા સાથે પતિ અનેક વાર ચેટિંગ કરતો અને ફોટાની આપ-લે કરતો હતો. જેથી પરિણીતાએ ઝઘડો કરતા તેની સાથે પતિએ મારપીટ કરી હતી. તો સાસુ-સસરાપણ સહયોગ ન કરતા અને પરિણીતા પાસે શબુત માંગી મહેણાં ટોણા મારતા હતા.


બીજી તરફ જુવેરીયા પણ પતિને છોડી દેવા ઉશ્કેરણી કરતી હતી. જોકે પિતાની આબરૂના કારણે પરિણીતા પતિનો ત્રાસ સહન કરતી હતી. પરંતુ એક દિવસે અલીહસનેને પરિણીતા સાથે ઝઘડો કરી ઢીક-મુક્કીનો માર માર્યો હતો. અને હાથના નખ વડે અને દાંત વડે શરીરે બચકાં ભરી લોહી લુહાણ કરી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ વારંવારના પતિના ત્રાસ અને અનૈતિક સંબંધથી ત્રાસી ગત અઠવાડિયે પરિણીતા સોનગઢ ખાતે પિતાના ઘરે આવી ગઈ હતી. બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે પતિ અલીહસનેન જીવાણી સામે અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધમાં માર મારી ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application