Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણના ડુંગરડા ગામે મહિલાએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત

  • September 13, 2023 

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ડુંગરડા ગામ નીરપલી ફળીયામાં રહેતી એક મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત નિપજ્યું હતું. ઘટના અંગે ડોલવણ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ડોલવણનાં ડુંગરડા ગામનાં નીરપલી ફળીયામાં રહેતા વિધવા મહિલા મીનાબેન રાજેશભાઈ મોહનભાઈ ભીલ નાઓએ તારીખ 11/09/2023ના રોજ સાંજે ઘર પાસે કોઈ અગમ્ય કારણસર કોઈ ઝેરી દવા પી લીધી હતી અને તાત્કાલિક સારવાર અર્થે વઘઈ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application