Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : હાથ ચાલાકીથી પૈસા ચોરી જનાર અજાણ્યા શખ્સ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી

  • January 07, 2024 

સોનગઢનાં જૂનાગામ વિસ્તારમાં આવેલ એસ.બી.આઈ. બેંકમાં પૈસા ભરવા ગયેલ મહિલા પાસે પૈસા ગણવા લઈ એક અજાણ્યો હિન્દી ભાષી શખ્સ હાથ ચાલાકીથી મહિલા પાસેથી રૂપિયા 46,000/- લઈ ફરાર થઈ ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં રમણીય પાર્કમાં રહેતી કંચનબેન રવિન્દ્રભાઈ સોનાર (ઉ.વ.34) તેના પતિ સાથે ગરમ મસાલાનો વેપાર કરે છે. જોકે તેઓ ગત તારીખ 05/01/2024નાં રોજ બપોરે તેની પતિ સાથે જૂનાગામ વિસ્તારમાં આવેલ એસ.બી.આઇ. બેંકની શાખામાં રૂપિયા 1,74,000/- જમા કરાવવા માટે ગઈ હતી.



જ્યાં પતિ બેંકની બાજુમાં અન્ય કામ માટે ગયા હતા. તેમજ કંચનબેન બેંકનાં બાંકડા પર બેસી નોટનાં બંડલ હાથમાં રાખી બેઠી હતી. ત્યારે ત્યાં હિન્દીમાં વાતચીત કરતો એક અજાણ્યા શખ્સ સામે આવીને પૈસા જમા કરાવવા હોય તો નોટ વાઇસ ગણવા પડશે તેવું જણાવ્યું હતું. તેથી મહિલાએ પૈસા ગણવા આપતા હિન્દી ભાષી શખ્સ હાથ ચાલાકીથી રૂપિયા 46,000/- લઈ ફરાર થઈ ગયો હતો પરંતુ મહિલાને તેની જાણ થઈ ન હતી પૈસા ભરતી વખતે મહિલાનાં હાથમાં પૈસા ઓછા જણાતા તેની ગણતરી કરતાં તેમાંથી રૂપિયા 46,000/- ઓછા નીકળ્યા હતા. બનાવ અંગે મહિલાએ સોનગઢ પોલીસ મથકે બેંકમાંથી હાથ ચાલાકીથી પૈસા ચોરી જનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application