મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના મદાવ ગામની સીમમાં આવેલ નવા પેટ્રોલ પંપ સામે રોડ ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં તરસાડી ગામના ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતી સ્મિતાબેન સંદીપભાઈ ચૌહાણ (ઉ.વ.39)નાંઓ તારીખ 02/12/2023નાં રોજ બપોરના સમયે પોતાના કબ્જાની એકટીવા મોપેડ બાઈક નંબર GJ/19/AR/7730ને લઈ કોસંબાથી વ્યારા થઈ વડપાડા ઘરે જતી હતી.
તે સમયે મદાવ ગામની સીમમાં આવેલ નવા પેટ્રોલ પંપ સામે રોડ ઉપર સામેથી આવતી ડિસ્કવર બાઈક નંબર GJ/15/BE/3600નાં ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે હંકારી લાવી સ્મિતાબેનની બાઈકનાં આગળના ભાગે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં સ્મિતાબેનને કપાળના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમિયાન સ્મિતાબેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મરણ જનાર સ્મિતાબેનના પિતા પ્રબોધભાઈ પરમાર નાંએ અજાણ્યા બાઈક ચાલક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application