Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : વાઝરડા ગામનાં વળાંક પાસે બાઈક સ્લીપ થતાં સારવાર મહિલાનું મોત

  • June 27, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં વાઝરડા ગામનાં વળાંક પાસે વ્યારાથી પાંચપીપળા તરફ જતાં રોડ ઉપર એક બાઈક સ્લીપ થઈ જતાં સારવાર દરમિયાન સિસોર ગામનાં મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોનગઢનાં સિસોર ગામનાં તાડ ફળિયામાં રહેતા બાબુભાઈ મોતિયાભાઈ ગામીત નાંઓ ગત તા.10/06/2023નાં રોજથી તા.11/06/2023નાં સમયગાળા દરમિયાન પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/K/6626ને વાઝરડા ગામનાં વળાંક પાસે વ્યારાથી પાંચપીપળા તરફ જતાં રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક સ્લીપ થઈ જતાં બાઈક પાછળ બેસેલ નમલીબેન મોતિયાભાઈ ગામીત નાને માથાનાં ભાગે તેમજ હાથે તથા પગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે પહેલા વ્યારા જનરલ હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતાં સારવાર મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોતિયાભાઈ રતનાભાઈ ગામીત નાએ સોનગઢ પોલીસ મથકે તારીખ 25/06નાં રોજ ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application