Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ખોગલ ગામેથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • July 30, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ખોગલ ગામ ડેરી ફળિયાના ડેરી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૦૭/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. અનિરુદ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, ખોગલ ગામ ડેરી ફળિયાના ડેરી પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી અમરસિંગ કુબેરભાઈ ગામીત (ઉ.વ.૩૨.,રહે.ઘૂંટવેલગામ, બંગલી ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application