Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ પોલીસ સ્ટેશનનો પશુ હેરાફેરીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • July 30, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં ડોલવણ પોલીસ સ્ટેશનનાં પશુ હેરાફેરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં નવા આરટીઓ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૦૭/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. અરૂણભાઈ જાલમસિંગભાઈ તથા અ.પો.કો. રવીન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢનાં નવા આરટીઓ પાસેથી ડોલવણ પોલીસ સ્ટેશનનાં પશુ હેરાફેરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી શાહરૂખ ગબ્બન શેખ (ઉ.વ.૩૦., રહે.નવાપુર, ઈસ્લામપુરા, તા.નવાપુર, જી.નંદુરબાર)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application