Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : બાઈક પર વિદેશી દારૂનું વહન કરનાર વ્યારાનો એક ઈસમ ઝડપાયો

  • July 13, 2023 

સોનગઢ તાલુકાનાં ગુણસદા નવાગામ ફળિયાનાં નહેર ફળિયા પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે વ્યારાનો એક ઈસમ ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ ગુણસદામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગુણસદા નવાગામ ફળિયાનાં નહેર ફળિયા પાસે આવતા પાંખરી ગામ તરફથી એક બાઈક નંબર GJ/26/Q/7483નો ચાલક પોતાના કબ્જાની બાઈકની આગળ એક કાળા કલરનો બેગ મૂકી આવતો હોય પોલીસને ચાલક ઉપર પ્રોહી. અંગે શંકા જતાં પોલીસ સ્ટાફનાં માણસોએ બાઈક ચાલકને હાથનો ઇશારો કરી બાઈક ઉભી રખાવી હતી.



ત્યારબાદ બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, આનંદભાઈ ઈશ્વરભાઈ ભૈયા (રહે.સ્ટેશન રોડ, ભરતનગરની સામે, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે બાઈક પર મુકેલ બે કાપડની થેલીમાં અને એક લાલ કલરનાં બેગ ખોલી જોતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ કુલ નંગ 109 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 7,610 હતી. આમ પોલીસે વિદેશી દારૂની બોટલો તથા બાઇક મળી કુલ રૂપિયા 27,610/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ આનંદ ભૈયા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application