મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં પદમડુંગરી ગામે બોલાચાલી બાદ ઈસમને લાકડાનાં ડંડા વડે મારમારી ઈજા પહોચાડનાર વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં પદમડુંગરી ગામે કોસમદહાડ ફળિયામાં આવેલ ઉદેસિંગભાઇ જમશીભાઇ ચૌધરીની દુકાનની સામે રોડની બાજુમાં ગત તા.09/01/2023નાં રોજ રાત્રીનાં સમયે અશોકભાઇ નવીનભાઇ કોટવાળીયા (રહે.અંતાપુર ગામ, તા.ડોલવણ) નાઓએ પદમડુંગરી બંગલી ફળિયામાં રહેતા રસિકભાઇ પુનુભાઇ કોંકણી સાથે બોલાચાલી કરી રસિકભાઇને લાકડાનાં ડંડા વડે માર મારતો હતો.
તે સમયે રસિકભાઇએ ડંડો લઇ લેતાં ઝપાઝપી દરમિયાન વિનોદભાઇ શામજીભાઇ ચૌધરી (રહે.પદમડુંગરી, કોસમદહાડ ફળિયુ, તા.ડોલવણ)નો છોકરો સુરેશભાઇનાઓ રસિકભાઇને છોડાવવા વચ્ચે પડતા અશોકભાઇએ ઉદેસિંગભાઇની દુકાનની સામે તાપણું કરવા માટે સળગાવેલ લાકડાનાં સળગતા ડંડા વડે સુરેશભાઇને માથામાં કપાળનાં ભાગે જોરથી ફટકો મારી દેતા માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની કોશિષ કરી પણ કરી હતી. બનાવ અંગે વિનોદભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે અશોક નવીનભાઈ કોટવાળીયા વિરુદ્ધ ડોલવણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500