Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : જામકી હોટલ પાસેથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

  • August 07, 2024 

મહારાષ્ટ્રના નવાપુર તરફથી દારૂ લઈને ઉચ્છલ તરફ સ્વીફટ ડીઝાયર આવનાર હોવાની મળેલી બાતમીના આધારે ઉચ્છલ પોલીસે ગત તારીખ ૫ની રાત્રિએ ઉચ્છલના સાકરદા બ્રિજ પાસે અલગ-અલગ ટીમો બનાવી વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની સ્વીફટ ડીઝાયર કાર આવતા જેને લાઇટ તથા લાકડીના ઇશારા કરી થોભાવવાની કોશિષ કરતા કાર ચાલકે પુરઝડપે કાર હંકારી મુકી હતી.


પોલીસે કારનો પીછો જામકી હોટલ પાસેથી કારને ઝડપી પાડી જેમાંથી પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો રૂપિયા ૯૪,૫૦૦/- તથા સ્વીફટ રૂપિયા ૩,૦૦,૦૦૦/- તથા બે નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા  ૪,૦૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે કૃણાલ સતિષ આહીરરાવ (રહે.ડોડાઈચા, પટેલ કોલોની થાના, જિ.ધુલે), દિગ્વીજયસિંહ વિજયસિંહ દેશમુખ (રહે.ડોડાઈચા, ગણેશ નગર)ની અટક કરી હતી, જયારે ફોરવ્હીલ ચાલક રવિ ગામીત (રહે.સોનગઢ,જિ.તાપી) અને દારૂ જથ્થો ભરી આપનાર દાદા મહાજન (રહે.અશલોદ,શહાદા,જિ.નંદુરબાર), જથ્થો મંગાવનાર પકો (રહે.વાંકલા,તા.ડોલવણ) મળી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવ અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News