મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં રાણીઆંબા ગામની સીમમાં આવેલ જાહેર રોડ ઉપરથી પોલીસે બાઈક અને દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો, જયારે બાઈક ચાલક ફરાર થતાં કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, એક મોપેડ બાઈક ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુ લઈ રામપુર કોઠાર તરફથી રાણીઆંબા ગામ તરફ આવનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો રાણીઆંબા ગામની સીમમાં આવેલ રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી KTM ડ્યુક બાઈક નંબર GJ/26/S/4514 આવતાં જોઈ ઉભો રાખવાનો પ્રયત્ન કરતા બાઈક ચાલકે પોતાના કબજાની બાઈક વાળી ભાગવા લાગ્યો હતો અને ત્યારબાદ બાકી મૂકી અંધારાનો લાભ લઈ નજીકમાં આવેલ ખેતરમાં થઈ ભાગી છૂટ્યો હતો જોકે પોલીસ બાઈક પાસે જઈ બાઈકની બાજુમાં એક પ્લાસ્ટિકનો કોથળો પડેલ હતો જે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની દેશી દારૂ સુગંધી સંતરાની કુલ 96 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 4,800/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ભાગી છુટેલ બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500