મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં ઉમરવાવદુર ગામેથી વગર પાસ પરમિટે ઘરની પાછળ ખુલ્લી પજારીમાં આવેલ ખૂણામાં મુકેલ ભાતના પુડીયામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફના માણસો સોમવારના રોજ બપોરના સમયે ખાનગી તથા સરકારી વાહનમાં બેસી હોળી અને ધૂળેટીનાં તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા અને પાઠકવાડી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા.
તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉમરવાવદુર ગામનાં બંગલી ફળિયામાં રહેતો અને અગાઉ પણ પ્રોહી. ગુનામાં પકડાયેલ ઈસમ નિખિલ મનુભાઈ ગામીત નાએ ઘરની પાછળ આવેલ ખુલ્લી પજારીમાં આવેલ ખૂણામાં મુકેલ ભાતનાં પુડીયા નીચે મોટા પ્રમાણમાં પ્રોહી. જથ્થો વેચાણ અર્થે લાવી સંતાડી રાખેલ છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા ત્યાં નિખિલ ગામીત હાજર હતો.
જયારે પોલીસ જોઈ તે સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે ઘરની પાછળનાં ભાગે તપાસ કરતા પ્લાસ્ટીકની કોથ્લીઓમાં ભરેલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 689 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 29,705/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે સ્થળ ઉપરથી ભાગી છુટેલ ઈસમ વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500