Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં રાયગઢ ગામે જાહેરમાં જુગાર રમાડનાર એક ઝડપાયો

  • April 11, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : નિઝરનાં રાયગઢ ગામેથી જાહેરમાં જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો સોમવારે સાંજે ખાનગી વાહનમાં બેસી રાયગઢ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાયગઢ ગામમાં રહેતો એક ઈસમ ગામના જાહેર રસ્તા ઉપર પૈસાનો હાર જીતનો જુગાર રમાડે છે.




જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ ઉપર જતાં કેટલાક ઈસમો કઈક આપ-લે કરતા જોવા મળ્યા પરંતુ પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા જયારે જમીન ઉપર બેસેલ એક ઈસમ ઝડપાઈ જતાં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ મોહનભાઈ રાઘવભાઈ પાટીલ (રહે.રાયગઢ ગામ, તા.નિઝર)નાં હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે જુગારના અંકો લખેલી કાપલીઓ, બોલપેન, એક કાર્બન પેપર, અલગ-અલગ દરની ભારતીય ચલણી નોટો સહીતનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application