મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં ખોડદા ગામ પાસેનાં ગ્રામ પંચાયત ઓફિસની સામે ગણપતી વિસર્જન સમયે મારામારી થતાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં ખોડદા ગામે રહેતા મજનુભાઈ રૂપસિંગભાઈ વળવી નાએ ગત તારીખ 25/08/2023નાં રોજ સાંજનાં સમયે સમીરભાઈ જનકભાઈ નાઈક અને અજયસિંગ દેવીસીંગભાઈ પાડવી નાઓ સાથે કાવઠા(નેવાળા) ગામની ગણપતી મૂર્તિ વિસર્જન કાર્યક્રમમાં જોડાયેલ હતા અને ખોડદા ગામ પાસે ગ્રામ પંચાયત ઓફિસની સામે ઉભા હતા.
તે સમયે ગણપતી વિસર્જન નિમિત્તે આવેલ બેન્ડ પાર્ટીને કૃપાલભાઈ કિશોરભાઈ પાડવી નાઓને બંધ કરાવી દીધેલ અને મજનુભાઈને કહેતો હતો કે બેન્ડ પાર્ટી ચાલુ કરશો તો તને ચીરી ફાળી નાખીશ અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતો હોય જે બાબતે મજનુભાઈ તથા તેમના પિતાજીને કૃપાલ કિશોરભાઈ પાડવી, કિશોરભાઈ કિશનભાઈ પાડવી, ગોપાલભાઈ કિશોરભાઈ પાડવી અને કિશનભાઈ સેગજીભાઈ પાડવી (તમામ રહે.ખોડદા ગામ, નિશાળ ફળિયું, નિઝર)નાઓએ પાછળથી ધસી આવી મજનુભાઈને તથા ઈજા પામનારોને નાલાયક ગાળો આપી ઢીક્કા મુકિનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મજનુભાઈ વળવી નાએ નિઝર પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500