Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં કિલ્લા પર ફરવા આવેલ યુવકની બાઈક ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ

  • June 09, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં કિલ્લા પર ફરવા આવેલ યુવકની બાઈક કિલ્લાનાં પાર્કિંગની જગ્યામાંથી ચોરી થઈ ગયાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ગુણસદા ગામનાં બંગલી ફળિયામાં રહેતા આશિષભાઈ રેવાભાઈ ગામીત (ઉ.વ.27) નાંઓ ગત તારીખ ૦૩/06/2024નાં રોજ પોતાની કબ્જાની બાઈક નંબર GJ/26/S/4758ને લઈ ઘરેથી નીકળી મિત્ર સાથે સોનગઢનાં કિલ્લા પર ફરવા માટે નીકળ્યા હતા.


ત્યારબાદ સોનગઢ કિલ્લા પાસે પહોંચતા આશિષભાઈએ પોતાની બાઈક કિલ્લા પાસે પાર્કિગની જગ્યામાં સ્ટેરીંગ લોક કરી મૂકી હતી અને પછી એકાદ કલાક બાદ ફરી નીચે આવી જોતા જે જગ્યા ઉપર બાઈક પાર્ક કરી હતી ત્યાં બાઈક નજરે ના પડી હતી જેથી બાઈકની શોધખોળ કરતા બાઈક મળી ના હતી અને કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક જેની કિંમત રૂપિયા 30,000/- હતી જેનું સ્ટેરીંગ લોક તોડી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બાઈક ચોરી અંગે આશિષભાઈએ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application