Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : દેગામા ગામનાં પટેલ ફળિયામાં રહેતા શૈલેન્દ્રભાઈ પટેલ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

  • November 01, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં દેગામા ગામનાં પટેલ ફળિયામાં રહેતો એક શખ્સ ‘બેંકમાં જાવું છું’ કહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં દેગામા ગામનાં પટેલ ફળિયામાં રહેતી ઉર્મિલાબેન શૈલેન્દ્રભાઈ પટેલ નાંએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 25/10/2023નાં રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં તેમના પતિ શૈલેન્દ્રભાઈ ભીખુભાઈ પટેલ (ઉ.વ.52) નાંઓ ઘરેથી નીકળી બાજીપુરા ગામે ‘બેંકમાં જાવું છું’ તેમ કહી નીકળ્યા હતા પરંતુ પાછા નહિ આવતાં ઉર્મિલાબેને પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.



તેમજ શૈલેન્દ્રભાઈ ઘરેથી નીકળ્યા હતા તે સમયે તેમણે બ્લેક કલરની હાફ બાઈની ટી-શર્ટ તથા બ્લ્યુ કલરનો જીન્સનો પેન્ટ તથા બ્લેક કલરની કેપ અને પગમાં શુઝ પહેરેલ છે તેમજ તેમની આશરે 5.6 ઈંચ જેટલી છે અને તેઓ ઘઉં વર્ણનાં છે તથા તેઓ હિન્દી અને ગુજરાતી ભાષા બોલે છે અને શૈલેન્દ્રભાઈનાં જમણા હાથનાં કાંડામાં સીલ્વર કલરનું કડુ પહેરેલ છે અને પેટના ભાગે જુનું ઓપરેશન કરાવેલના સ્ટીચના માર્ક છે. બનાવ અંગે ઉર્મિલાબેન પટેલએ તારીખ 26/10/2023નાં રોજ વાલોડ પોલીસ મથકે તેમના પતિ શૈલેન્દ્રભાઈનાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application