મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં ચકવાણ ગામનાં ચાર રસ્તા પાસેનાં જાહેર રોડ ઉપરથી વાછરડા ભરેલ પીકઅપ ટેમ્પો સાથે ચાલકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ચકવાણ ગામનાં ચાર રસ્તા પાસેનાં રોડ ઉપર શુક્રવારનાં રોજ એક વાછરડા ભરેલ બોલેરો પીકઅપ ટેમ્પો ગૌરક્ષકોએ ઉભો રખાવેલ હતો જે બાતમીનાં આધારે સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર પહોચ્યા હતા.
જ્યાં સ્થળ ઉપર ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં સાવરખડી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા પ્રીતમભાઈ જયરામભાઈ ગામીત નાએ પોતાના કબ્જાની બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/30/T/0927માં ગુજરાતમાંથી અન્ય કોઈપણ રાજ્યમાં દુધાળા પ્રાણીઓ તથા ભેંસોની હેરાફેરી કે નિકાસ મોકલવા પર પ્રતિબંધ હોવા છતાં ટેમ્પોમાં ક્રુરતા પૂર્વક ખીચો ખીચ તેમજ ઘાસ ચાર વગર અને પ્રાથમિક ઉપચાર માટે કોઈ મેડીકલ સાધનોની વ્યવસ્થા નહિ રાખી ભરી રાખેલ વાછરડા નંગ 7 મળી આવ્યા હતા.
આમ, પોલીસે વાછરડાઓ જેની કિંમત રૂપિયા રૂપિયા 35,000/- અને બોલેરો પીકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા 2,85,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે વાછરડા ભરી આપનાર સોનગઢ તાલુકાનાં સાદડવેલ ગામનાં ગુલજી ભીખાભાઈ ગામીત નાને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. બનાવ અંગે એ.એસ.આઈ. સરજીતભાઈ ચૌધરી નાએ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500