Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં શિકેર ગામેથી ચોરી છુપીથી દારૂનું વેચાણ કરનાર ઈસમ ઝડપાયો

  • March 21, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં શિકેર ગામે વગર પાસ પરમિટે ઇંગલિશ દારૂ તથા દેશી દારૂનું ચોરી છુપીથી વેચાણ કરનાર એક ઈસમ ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસોને મંગળવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, શિકેર ગામનાં મોચી ફળિયામાં એક ઈસમ તેના ઘરની ડાબી બાજુનાં ભાગે ઝાડી ઝાંખરામાં ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂ તથા દેશી દારૂનો જથ્થો છુપાવી ચોરી છુપીથી વેચાણ કરે છે.


જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર જઈ રેઈડ કરતા એક ઈસમ હાજર મળી આવ્યો હતો. જોકે પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, સતીષ ઉર્ફે સંતોષભાઈ છનાભાઈ રાઠોડ (રહે.શિકેર ગામ, તા.વાલોડ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખી સ્થળ પર તપાસ હાથ ધરતા ત્યાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કાચની બોટલો તથા દેશી દારૂ ટેંગો મળી કુલ રૂપિયા 154 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 21,110/- અને એક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 24,110/- મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application