મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં મુસા ગામનાં તોરણ રેસીડન્સી સોસાયટીમાંથી એક ઈસમનાં ઘરમાંથી દારૂ મળી આવતાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી અનુસાર, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ સાંજનાં સમયે સરકારી તથા ખાનગી વાહનમાં બેસી મુસા રોડ તોરણ રેસીડન્સીમાં બાતમીનાં આધારે પહોચતા ત્યાં એક ઈસમ હાજર મળી આવ્યો હતો.
જોકે પોલીસે ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ ભરતભાઈ વ્રજલાલભાઈ રાજા (લુવાણા) (રહે. ઘર નંબર-74, તોરણ રેસીડન્સી, મુસા રોડ, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈસમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરનાં રસોડાનાં ભાગે વગર પાસ પરમીટે એક પ્લાસ્ટીકની બોટલમાં પ્રવાહી મળી આવ્યું હતું અને બોટલનું ઢાંકણ ખોલી સુંઘી જોતા ઈંગ્લીસ દારૂ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારી પ્રકાશભાઈ વસાવાની ફરિયાદનાં આધારે ભરત રાજા (લુવાણા) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500