મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં કરોડ ગામેથી જુગાર રમતો એક ઈસમ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો મંગળવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કરોડ ગામનાં પારસી ફળિયામાં એક ઈસમ ઘરની બહાર આવેલ ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકડા ઉપર જુગાર રમાડે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ ઉપર પહોંચતા ત્યાં એક ઈસમ હાજર મળી આવતાં તેનું નામ, પ્રતાપભાઈ હીરજીભાઈ વસાવા (રહે.કરોડ ગામ, પારસી ફળિયું, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઝડપાયેલ ઈસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી એક આંકડા લખેલ કાગળની કાપલી તથા લખવા માટેની એક બોલપેન, કાર્બન પેપર, જુગાર રમવાન સાધનો અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી હિરેનભાઈ વળવીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500