Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ખેરવાડા ગામે વિદેશી દારૂનું વેચાણ કરનાર એક ઈસમ ઝડપાયો

  • November 07, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ખેરવાડા ગામે અનાજ કારિયાણાની દુકાનમાંથી વગર પાસ પરમિટે અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ બપોરના સમયે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન બોરદા ઓપી વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખેરવાડા ગામનાં તળાવ ફળિયામાં એક ઈસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા એક હાજર મળી આવતાં પોલીસે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, જગદીશભાઈ રામસિંગભાઈ વસાવા (ઉ.વ.32., રહે.ખેરવાડા ગામ, તળાવ ફળિયું, તા.સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરની આગળનાં ભાગે એક અનાજ કારીયાણાની દુકાનનાં ભાગે જોતા ત્યાંથી ત્રણ પ્લાસ્ટીકની કોથળીઓમાંથી અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ-88 નંગ બોટલો મળી આવીએ હતી જેનીએ કિંમત રૂપિયા 10,450/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે ઝડપાયેલ જગદીશ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application