મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં બેડકુવાદૂર ગામે વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરનાર ઈસમ પોલીસ રેઈડમાં ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન બેડકુવાદૂર ગામ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ પોતાના ઘરમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર પહોંચી રેઈડ કરતા ત્યાં એક ઈસમ હાજર મળી આવેલ હતો. જોકે પોલીસે હાજર ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ભરતભાઈ જાનીયાભાઈ ચૌધરી (રહે.બેડકુવાદૂર ગામ, આમલી ફળિયુ, તા.વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ભરતભાઈને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરમાંથી બે પ્લાસ્ટિકની મીણીયાની થેલીઓ મળી આવી હતી. જેમાંથી પોલીસે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી વિપુલભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ભરત ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500