Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દોણ ગામેથી બાઈક પર દારૂનું વહન કરનાર જામખડી ગામનો શખ્સ ઝડપાયો

  • April 17, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં દોણ ગામનાં ખેકડા ગામથી દોણ ગામ તરફ જતાં રસ્તા ઉપરથી બાઈક પર દારૂનું વહન કરનાર એક ઈસમ ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોને મળેલ બાતમીનાં આધારે શનિવારનાં રોજ સોનગઢ તાલુકાનાં દોણ ગામનાં ખેકડા ગામથી દોણ ગામ તરફ જતાં રસ્તા ઉપર જાહેરમાં જામખડી ગામનાં ભગત ફળિયામાં રહેતો અમિષભાઈ અરવિંદભાઈ ગામીત નાએ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/AD/0843 પર વગર પાસ પરમિટે ઈંગ્લીશ અને દેશી દારૂની કુલ 54 નંગ બોટલો મળી આવી હતી. આમ પોલીસે દારૂનો મુદ્દામાલ, 1 નંગ મોબઈલ અને બાઈક મળી કુલ રૂપિયા 18,000/-નો માલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application