Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ડોસવાડા ગામે અજાણ્યા વાહન અડફેટે એક શખ્સનું સારવાર દરમિયાન મોત

  • June 28, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ડોસવાડા ગામે અને ટોલનાકા વચ્ચે ભારત પેટ્રોલ પંપની સામેનાં રોડ પર અજાણ્યા વાહન અડફેટે આવતાં એક ઈસમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ, સોનગઢના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સાંઈ ટાઉનશીપમાં રહેતા એકનાથભાઈ રામભાઉભાઈ દેવરે જેઓ ગત તારીખ 12/06/2023ના રોજ પોતાના કબ્જાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ/26/AF/0613ને લઈને ડોસવાડા ગામે અને ટોલનાકા વચ્ચે ભારત પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરવા જતા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી પોતાના કબ્જાનું વાહન લઈને નાસી ગયો હતો.


જોકે મોટરસાયકલ પરથી પટકાયેલ એકનાથભાઈને માથાના ભાગે તથા છાતીના ભાગે તેમજ કમરના નીચેના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની સરલાબેન દેવરે નાએ તારીખ 26/06નાં રોજ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News