મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં વીરપોર ગામનાં માનવમંદિર ઉ.બુ.વિદ્યાલય પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં ઉમરકચ્છ ગામનાં નિશાળ ફળિયામાં રહેતા અનિલભાઈ નશવાનભાઈ ચૌધરી નાંએ ગત તારીખ 29/04/2024નાં પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/K/2086ને વાલોડ તાલુકાનાં વીરપોર ગામનાં માનવમંદિર ઉ.બુ.વિદ્યાલય પાસે પાર્ક કરી હતી જે બાઈક સ્થળ ઉપર નહી દેખાતા આજુબાજુનાં વિસ્તારમાં જોતા બાઈક મળી આવી ના હતી અને કોઈક અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો જેથી બાઈક ચોરી અંગે અનિલભાઈ ચૌધરીએ વાલોડ પોલીસ મથકે તારીખ 20/05/2024નાં રોજ અજાણયા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની ફરિયાદ નોંધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application