સોનગઢના સરજામલી ગામમાં આતંક મચાવતો એક દીપડો વનવિભાગે મૂકેલા પાંજરામાં પુરાઈ ગયો હતો. જોકે ગામમાં હજુ દીપડો દેખા દેતો હોવાથી લોકોમાં ભયનો માહોલ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરજામલીમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી દીપડાનાં આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. ગત તારીખ 22/06/2024નાં રાત્રિના 8 વાગ્યાના અરસામાં સરજામલી ગામના ખેતરમાં ઘર બનાવી રહેતા પરિવારની ગીંબલીબેન વસાવા (ઉ.વ.50) પોતાના ઘરની બાજુમાં આવેલા એક કાચા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી.
ત્યારે દીપડાએ અચાનક હુમલો કરી મહિલાને ઈજા પહોંચાડી હતી. આ ઘટના પછી વન વિભાગે સરજામલી ગામમાં બે પાંજરા ગોઠવ્યા હતા. તે પૈકીના એક પાંજરામાં એક દીપડો પુરાઈ ગયો હતો. આ પકડાયેલા દીપડાને જંગલમાં છોડવા માટે લઇ જવાયો હતો, પરંતુ દીપડો પાંજરે પુરાયો તે જ રાત્રે ગામના બે અલગ અલગ સ્થળે દીપડો દેખાયો હતો. ગામમાં બે ઝરખ પણ ફરતા દેખાયા છે. તેથી લોકો ખાસ કરીને રાત્રે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. જયારે લોકો બીજા દીપડા પણ પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application