ડોલવણ તાલુકાનાં આમણીયા ગામની 15 વર્ષીય સગીરા મીરપુર ગામની જંગલની સીમમાંથી રસ્તે પગપાડા જતી હતી તે સમયે અચાનક ડાબા પગમાં સાપે ડંખ મારતા તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં મીરપુર ગામની જંગલની સીમમાંથી રસ્તે ચાલતા ચાલતા ગત તારીખ 19/11/2023ના રોજ હેત્વીકુમારી જયેશભાઈ ભીલ (રહે.આમણીયા ગામ, તા.ડોલવણ)ની જઈ રહી હતી.
તે દરમિયાન અમલીબેન ભીલના ઘર પાસે ડાબા પગે એડીથી ઉપરના ભાગે હેત્વીને કોઈ ઝેરી સાપે ડંખ મારતા તેની તબિયત બગડતા 108ની મદદથી હેત્વીને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમિયાન ગત તારીખ 01/12/2023ના રોજ સાંજના સમયે મોત નીપજ્યું હતું. ઘટના અંગે હેત્વીના પિતા જયેશભાઈ ભીલએ પોલીસ મથકે જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application