સોનગઢ : સોનગઢના શેરૂલા ગામે બાઈક સ્લીપ થઈ જતા 17 વર્ષીય બાઈક ચાલક મહેશ વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા ગણેશ વસાવાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી
મળતી માહિતી પ્રમાણે સોનગઢ તાલુકાના મુનકિયા ગામનો 17 વર્ષીય મહેશ કાંતિભાઈ તેની બાજુમાં રહેતો મામા નો છોકરો ગણેશ કાંતિલાલ વસાવા સાથે ગત તા.૨૦મી નવેમ્બર ના રોજ સાંજે બાઈક પર નજીકમાં આવેલા શેરુલા ગામની દુકાને જવા માટે નીકળ્યા હતા,તેઓ રાત્રે પરત ઘરે ફરી રહ્યા હતા અને મોટરસાયકલ મહેશ વસાવા હંકારી રહ્યો હતો ત્યારે ઉકાઈ-બોરદા રોડ ઉપર ફોરેસ્ટ કોલોની આગળ હનુમાન મંદિર પાસે તેઓની બાઈક સ્લીપ થઈ જતા બંને યુવકના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
બંને યુવકોને બેભાન અવસ્થામાં 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સોનગઢની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મહેશ વસાવાને મૃત જાહેર કર્યો હતું. જ્યારે તેની પાછળ સવાર ગણેશ વસાવાને ઈજા થતાં તેની હાલત પણ ગંભીર હોવાનું જણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500