મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં પલાસીયા ગામનાં પટેલ ફળિયામાંથી પસાર થતો વાંકલાથી અંતાપુર જતાં રોડ ઉપર એક મોપેડ બાઈકનાં ચાલકે રાહદારી આધેડને અડફેટે લેતાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં પલસીયા ગામનાં પટેલ ફળિયામાં રહેતા મંજીભાઈ નારણભાઈ ચૌધરી (ઉ.વ.65) નાઓ શુક્રવારનાં રોજ પટેલ ફળીયામાંથી વાંકલાથી અંતાપુર જતાં રોડ ઉપર પંચોલી પાટી પાસે સાંજનાં સાડા સાતેક વાગ્યાનાં અરસામાં રાજુભાઈ ચંદ્રસિંગભાઈ ચૌધરી (રહે.પલસીયા ગામ, પટેલ ફળિયું, ડોલવણ) નાંઓનાં માછલીનાં તળાવ ઉપર ચોકીદારી કરવા ચાલતા જતા હતા.
તે સમયે સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ નંબર GJ/26/AC/5110નો ચાલક સતીષભાઈ લલ્લુભાઈ ચૌધરી (રહે.પલસીયા ગામ, નિશાળ ફળિયુ, ડોલવણ) નાએ પોતાના કબ્જાની મોપેડ બાઈકને ગફલતભરી રીતે હંકારી લાવી મંજીભાઈને અડફેટે લઈ રોડ પટકાયા હતા. જોકે આ અકસ્માત મંજીભાઈને માથાનાં પાછળનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. બનાવ અંગે અનિલભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ડોલવણ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application