Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં કપુરા ગામનાં સાઈકલ ચાલક આધેડનું અજાણ્યા વાહન અડફેટે આવતાં મોત નિપજ્યું

  • May 20, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કપુરા ગામનાં પટેલ ફળિયાનાં હનુમાન દાદાજીના મંદિરનાં સામે જાહેર રોડ ઉપર કોઈક અજાણ્યા વાહન ચાલકે સાઈકલ ચાલકને પાછળથી અડફેટે લેતાં સાઈકલ ચાલક આધેડનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું.


બનાવ અંગે વ્યારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કપુરા ગામનાં પટેલ ફળિયામાં રહેતા જશવંતભાઈ હીરાભાઈ ગામીત (ઉ.વ.63)નાંઓ ગતરોજ સવારનાં સમયે ઘરેથી પોતાની સાઈકલ લઈ કપુરા બસ સ્ટેશન પાસે વાયર લેવા માટે નીકળ્યા હતા તે દરમિયાન કપુરાથી સરૈયા જતાં રોડ ઉપર કપુરા ગામનાં પટેલ ફળિયાનાં હનુમાન દાદાજીના મંદિરનાં સામે જાહેર રોડ ઉપર કોઈક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે હંકારી લાવી જશવંતભાઈની સાઈકલને પાછળથી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.


જોકે આ અકસ્માત જશવંતભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ જમણા હાથનાં કોણીનાં ભાગે ફેક્ચર કરી સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું, જયારે આ અકસ્માત સર્જી અજાણ્યો વાનાહ ચાલક પોતાના કબ્જાનું વાહન લઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે રવીન્દ્રભાઈ લખિયાભાઈ ગામીત નાંએ અજાણ્યા વાહન ચાલક વિરુધ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application