Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Valod : અજાણ્યા ટેમ્પો ચાલકે મોટરસાઈકલને અડફેટે લેતાં બોરખડી ગામનાં આધેડનું સારવાર દરમિયાન મોત

  • December 22, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડનાં બાજીપુરા બાયપાસ નજીક જૂની સોમા કંપનીની સામે હાઈવે ઉપર પીકઅપ ટેમ્પો ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતાં મોટરસાઈકલ ચાલકનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં બોરખડી ગામનાં કોલોની ફળિયામાં રહેતા ભિમસીંગભાઇ કોટલાભાઈ ચૌધરી (ઉ.વ.69) નાઓ ગત તા.20 ડીસેમ્બરનાં રોજ બપોરનાં સમયે પોતાના કબ્જાની મોટરસાયકલ નંબર GJ/19/K/9680 લઈને બાજીપુરા ગામેથી પરત ઘરે બોરખડી ગામે આવતા હતા.




તે સમયે બાજીપુરા બાયપાસ નજીક જૂની સોમા કંપનીની સામે નેશનલ હાઇવે નંબર-53 ઉપર એક અજાણ્યા ટેમ્પો ચાલકે પોતાના કબ્જાનો પીકઅપ ટેમ્પો નંબર GJ/05/BU/0434ને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ભીમસિંગભાઈની મોટરસાયકલને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ભીમસિંગભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા તથા શરીરે ઓછીવત્તી ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પુત્ર સતિષભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે વાલોડ પોલીસ મથકે અજાણ્યા પીકઅપ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application