મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણ તાલુકાનાં કમલાપુર ગામનાં નિશાળ ફળિયામાં રહેતા વેલજીભાઈ વસંતભાઈ કોટવાડીયા, વસંતભાઈ ચંદુભાઈ કોટવાડીયા અને નરેશભાઈ વસંતભાઈ કોટવાડીયા નાઓ પોતાના અંગત કામ અર્થે ગત તા.28/04/2023નાં રોજ ડોલવણથી બેડચીત ગામ તરફ જતાં હાઈવે પર બેડચીત ગામનાં નદીફળિયા પુલ પાસે જાહેરમાં રોડ ઉપરથી પસાર થતાં હતા.
તે સમયે એક અજાણ્યા બાઈક ચાલકે પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નરેશભાઈની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતનાં બનાવમાં વસંતભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી જ્યારે બાઈક ચાલક નરેશભાઈ પણ પગમાં ભાગે ઈજાઓ થઈ હતી તેમજ વેલજીભાઈને પગના ભાગે તેમજ શરીરે ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જયા સારવાર દરમિયાન વેલજીભાઈનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ડોલવણ પોલીસે તા.07/06/2023નાં રોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application