વ્યારાનાં ડોલારા ગામ પાસે વાહન ચાલકે ટક્કર મારતા શ્રમિકને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ડોલારા ગામની સીમમાં ઇંટના ભઠ્ઠા ઉપર કામ કરતા માંગીલાલ ગબરૂભાઈ આહીરવાલ (ઉ.વ.42) ગત તારીખ 16/04/2024નાં રોજ સાંજના સમયે પોતાના પડાવ ઉપરથી દૂધ લેવા માટે દુકાને જઈ રહ્યા હતા. તે સમયે વ્યારાથી ભેંસકાતરી ગામ તરફ જતા રોડ ઉપર કોઈક અજાણ્યા વાહને માંગીલાલને ટક્કર મારી હતી અને ઇંટના ભઠ્ઠા ઉપર મજૂરી કામ કરતા માંગીલાલને માથાના ભાગે ગંભીર ઈજા થતાં જેઓને પ્રાથમિક સારવાર બાદ નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં રીફર કરવામાં આવ્યા હતા. ઘટના અંગે અજાણ્યા વાહન ચાલક સામે વ્યારા પોલીસ મથકે ઇજાગ્રસ્તના પત્ની સેવંતીબેન માંગીલાલએ ફરિયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application