મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઉંચામાળા ગામનાં મહુડી ફળિયામાં એક 22 વર્ષીય યુવતીને ઝેરી સાપ કડી જતાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાકરાપાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ઉંચામાળા ગામનાં મહુડી ફળિયામાં રહેતી દિવ્યાબેન જયેશભાઈ ગામીત (ઉ.વ.22)નાંની પોતાના ઘરે રવિવારનાં રોજ સાંજનાં સાતેક વાગ્યાનાં અરસામાં પોતાનો મોબાઈલ ફોન ચાર્જીંગમાં મુકવા માટે ઘરમાં આવેલ કબાટ પાસે ચાર્જર મોબાઈલ સાથે લગાવી શોકેશ કબાટ પાસે ઉભી રહી મોબાઈલની અંદર જોતી હતી.
તે સમયે શોકેશ કબાટ નીચે રહેલ કાળા કલરનો ઝેરી સાપે દિવ્યાબેનનાં જમણા પગનાં પંજાનાં ભાગે ડંખ મારતા દિવ્યાબેન સારવાર માટે લીમડદા ખાતે દેશી દવા કરવા સારૂ લઈ ગયેલા અને ત્યાંથી વધુ સારવાર માટે નીલ હોસ્પિટલ વ્યારા ખાતે લાવતા ફરજ પરનાં ડોકટરે સારવાર દરમિયાન દિવ્યાબેનને મૃત જાહેર કરેલ હતી. બનાવ અંગે જયેશભાઈ શુક્કરભાઈ ગામીત નાંએ ઘટના અંગે સોમવારનાં રોજ કાકરાપાર પોલીસ મથકે જન કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application