Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં ખોડદા ગામે જુગાર રમાડનાર એક ઝડપાયો

  • July 04, 2023 

નિઝર તાલુકાનાં ખોડદા ગામેથી જુગાર રમાડનાર એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા ખોડદા ગામે બનું ફળિયા પાસે જાહેરમાં કેટલાક ઈસમો કંઈક આપ-લે કરતા હોય અને તેઓની ઉપર જુગાર અંગેનો શક જતા પોલીસે સ્થળ પર જઈ રેઈડ કરી પકડવા જતા કેટલાક ઈસમો ભાગી છૂટ્યા હતા, જ્યારે જમીન પર બેસેલ એક ઈસમ ઝડપાઈ ગયો હતો. જોકે પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, મસેન્દ્રભાઈ જાલમસિંહભાઈ વળવી (રહે.ખોડદા ગામ, મંડળી ફળિયુ, તા.નિઝર)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની પાસેથી જુગાર રમવાના સાધનોમાં કાગળો, બોલપેન અને જુદા જુદા દરની ચલણી નોટો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News