મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડનાં ઈદગાહ ફળીયામાંથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હારજીતનાં આંકડા ઉપર જુગાર રમાડનાર એક ઈસમ પોલીસ રેઈડમાં ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા વાલોડનાં ઇદગાહ ફળિયા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઇદગાહ ફળિયામાં એક ઈસમ પોતાના ઘરની પાછળ મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હારજીતનાં આંકડા ઉપર જુગાર રમાડી રહેલ છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા ત્યાં આગળ એક ઈસમ હાજર મળી આવેલ હતો. જોકે પોલીસે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મોહમંદ સાહીદ મોહમંદ શકીલ શેખ (રહે. ઈદગહા ફળિયું, વાલોડ, જિ.તાપી)નાં હોવાનું જણાવેલ હતું. ત્યારબાદ પોલીસ તપાસમાં હારજીતનાં આંકડા ઉપર પૈસાનો જુગાર રમાડવાના સાધનોમાં એક ડાયરી, એક બોલપેન તેમજ અલગ-અલગ દરની ચલણી નોટો તથા 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 5,650/નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી પિયુષભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500