Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં વેગી ફળીયામાંથી જુગાર રમાડનાર એક ઝડપાયો

  • March 16, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં વેગી ફળીયામાંથી ગેરકાયદેસર રીતે જુગાર રમાડનાર એક ઈસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફલો સ્કોર્ડ તાપીના માણસો ગતરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાદમી મળી હતી કે, વ્યારાનાં વેગી ફળિયામાં રહેતા ગણેશ બાબુભાઈ ગામીત નાઓ પોતાના ઘરની બહાર બેસી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હારજીતના આંકડા ઉપર જુગાર રમાડે છે.


જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર જઈ રેઈડ કરતા ત્યાંથી બાતમીવાળો ઈસમ ગણેશ બાબુભાઈ ગામીત (રહે.વેગી ફળિયું, વ્યારા)ને મુંબઈથી નીકળતા વરલી મટકાનાં જુગારનાં આંકડાઓ પર જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ પરથી જુગાર રમાડવાના સાધનો જેમાં કાગળ, બોલપેન તથા અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂપિયા 11,850/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application