Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાયો

  • June 27, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં હિંદ હાટી ફળિયા પાસે વગર પાસ પરમિટે જુગાર રમતા એકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નિઝરનાં હિંદ હાટી ફળિયા પાસે જાહેરમાં કેટલાક ઈસમો કઈક આપ લે કરતા અને તેઓની ઉપર જુગાર અંગેનો શક જતાં પોલીસે રેડ કરતા ત્યાં હાજર ઈસમો ભાગી છૂટ્યા હતા.


જયારે પોલીસે એકને ઝડપી પાડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, વિનોદ સુભાષભાઈ ઠાકરે (રહે.હિંદ હાટી ફળિયું, નિઝર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે જુગાર રમવાના સાધનો જેમાં આંકો લખેલ સ્લીપ, બોલપેન, જુદા-જુદા દરની ચલણી નોટો મળી રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application