વ્યારાનાં તાડ્કુવા ખાતે સંચાલિત કાળીદાસ હોસ્પિટલમાં 16મો ત્રણ દિવસનો જનરલ સર્જીકલ કેમ્પ તારીખ 06/01/2023 થી 08/01/2023 સુધી યોજાયો હતો. આ કેમ્પમાં ગરીબ તેમજ વંચિત લોકોની સારવાર થઈ હતી. જયારે સામાન્ય રીતે આરોગ્ય સેવા શિબિરોમાં થયેલ પ્રવૃત્તિ કરતા જુદા પ્રકારની પ્રવૃત્તિ થાય છે આ કેમ્પમાં દર વર્ષે હાઇડ્રોસીલ, હર્નિયા, એપેન્ડીક્ષ અને લેપ્રોસ્કોપી જેવા મોટા ઓપરેશન વિના મૂલ્ય કરવામાં આવ્યા હતા. તેમજ દર્દીઓ અને દર્દી સાથે આવેલ વ્યક્તિને રહેવા તથા જમવાની સગવડ પૂરી પાડવામાં આવી હતી.
જોકે છેલ્લા 16 વર્ષમાં આ પ્રકારના 2303 દર્દીઓનાં 2,727 જેટલા ઓપરેશન સફળતાપૂર્વક થયા હતા. તેમજ આ વર્ષનાં 16માં સર્જીકલ કેમ્પમાં 141 દર્દીઓનાં 173 ઓપરેશનો કરવામાં આવ્યા હતા. જયારે આ કેમ્પમાં અમેરિકાનાં સ્થિત ડો.નીતિનભાઈ શાહ અને ડો.સુવાસભાઈ દેસાઈ સાથે રાજકોટ, ભાવનગર અને સુરતનાં પણ સર્જન ઉત્સાહથી દર વર્ષે સેવા આપતા રહ્યા છે.
આ ઉપરાંત તારીખ 06, 07, અને 08 દરમિયાન મેડિકલ કેમ્પ (ડાયાબીટીશ, હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશરનાં ચેકઅપ અને આહાર માર્ગદર્શિકા આપવામાં આવી) અને નેત્રયજ્ઞનો કેમ્પ કર્યો હતો. આમ કુલ 400 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ દર્દીઓને દવા અને ચશ્માઓ વિનામૂલ્ય આપવામાં આવ્યા હતા.
તદ્દઉપરાંત દર્દીઓના વિનામુલ્યે લેબોરેટસી તપાસ પણ કરવામાં આવેલી હતી. આ વિનામૂલ્ય સર્જીકલ કેમ્પમાં સંસ્થાનાં ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી. તેમજ આ સમગ્ર કેમ્પમાં સંસ્થાનાં ડાયરેક્ટરશ્રી ડો.અજયભાઈ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં તમામ કર્મચારીગણો ખૂબજ મહેનત અને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500