Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના આડદા ગામે ઘરમાં આગ લાગી, સદ્દનસીબે પરિવારનો બચાવ

  • March 18, 2024 

નિઝરના આડદા ગામમાં અચાનક કાચા ઘરમાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી જોકે સદ્દનસીબે પરિવારજનોનો બચાવ થયો હતો, જયારે આ આગમાં અનાજ, ઘર-વખરી અને લાકડા વગેરે બળી જતા અંદાજિત રૂપિયા 34,480/-નું નુકસાન થયાની આકરણી કરવામાં આવી હતી.


નિઝર તાલુકાનાં આડદા ગામમાં રહેતા દિલીપભાઈ પીરસિંગભાઈ પાડવીના ઘરને ગત તારીખ 16/3/24નાં રોજ રાત્રે કોઈ કારણસર આગ લાગી હતી જયારે પરિવારજનોએ બચાવવા માટે બુમાબુમ કરતા ગામવાસીઓ દોડી આવી આગ ઓલવી હતી પરંતુ ત્યાં સુધીમાં સંપૂર્ણ ઘર બળી ગયું હતું આગની જ્વાળામાં નળિયા જેની કિંમત રૂપિયા 7,500/-, લાકડાની દાંડી જેની કિંમત 6,000/-, કપડા જેની કિંમત રૂપિયા 11,000/-, પલંગ જેની કિંમત રૂપિયા 5,000/-, ખાટલો જેની કિંમત રૂપિયા 2,000/-, ખુરશી, સીલીંગ-ફેન અને અનાજ મળી અંદાજિત રૂપિયા 34,480/-નું નુકસાન થયાનો રિપોર્ટ ગ્રામ પંચાયત આડદાએ તાલુકા વિકાસ અધિકારી રજૂ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application