Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં બોગસ ડિગ્રીધારી ડોક્ટરને ઝડપી પાડી પોલીસે કોર્ટનાં રિમાન્ડ માટે રજૂ કર્યો

  • July 10, 2023 

સોનગઢની લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવનાર હેમંત પાટીલ નામના બોગસ ડિગ્રીધારી ડોક્ટર દ્વારા લગભગ બે મહિના પહેલા સોનગઢનાં એક આધેડના થાપાનું બે વાર નિષ્ફળ ઓપરેશન કરવાના મામલામાં નોંધાયેલા ગુનામાં ફરાર બોગસ ડોક્ટર હેમંત પાટીલને પોલીસે ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢની સન સિટી સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ મોતીસિંહ ચૌહાણ ગત તા.17/04/2013નાં રોજ પોતાના ઘરમાં પડી જતા થાપાનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી તેથી તેમને સોનગઢની લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા ત્યાં હાજર હેમંત પાટીલ નામના શખ્સે પોતે એમ.એસ. ઓર્થો તરીકેની ઓળખાણ આપી અર્જુનસિંહ ચૌહાણની સારવાર શરૂ કરી હતી.



લોકમાન્ય હોસ્પિટલમાં ઓપરેશનની સુવિધા ન હોવાથી આધેડને વ્યારાની રીધમ હોસ્પિટલમાં લઈ જઈ ત્યાનાં સ્ટાફની મદદથી હેમંત પાટીલે દર્દી અર્જુનસિંહ ચૌહાણનાં થાપાનું બે વાર ઓપરેશન કર્યું હતું. છતાં અર્જુનસિંહ ચૌહાણ ચાલી શકતા ન હોવાથી અને સાથે જ ઓપરેશનનાં સ્થળે અસહ્ય દુખાવો થતો હોય તેમને તારીખ 02/05/2019નાં રોજ વ્યારાનાં જાણીતા ઓર્થોપેડિક પાસે સારવાર માટે લઈ જવાતા અગાઉના ઓપરેશન ખોટી રીતે થયા હોવાનું અને ઓપરેશન કરનાર હેમંત પાટીલ પાસે માન્ય પ્રાપ્ત ડોક્ટર કે સર્જનની ડિગ્રી ન હોવાનું જાણવા મળ્યું હતું.



આ દરમિયાન દર્દી પાસેથી બે હોસ્પિટલોએ રૂપિયા 3.50 લાખ પડાવી લેતા અર્જુનસિંહ ચૌહાણનાં પુત્ર ઝોલાછાપ નાએ હેમંત પાટીલ સામે સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે હેમંત પટેલ સહિત આ ગુનામાં સંડોવાયેલ હોસ્પિટલના સંચાલકો તેમજ ગુનાના સ્થળ તરીકે બે ખાનગી હોસ્પિટલો સામે ગુનો નોંધ્યો હતો. આ મામલામાં બોગસ ડોક્ટર ઘણા સમયથી ફરાર હતો તે દરમિયાન પોલીસ થોડા દિવસ પહેલાં લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનાં સંચાલકોની અટક કરી હતી. પોલીસ બોગસ તબીબને શોધી રહી હતી તે સમયે પોલીસે બોગસ તબીબ હેમંત પાટીલને ઝડપી પાડી કોર્ટનાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application