Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપવાડા ગામે પરણિત મહિલાને ત્રાસ આપતાં સાસરિયાનાં બે લોકો વિરુદ્ધ ફરિયાદ કરાઈ

  • February 09, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં રૂપવાડા ગામે પરણિત મહિલાને ત્રાસ આપતાં સાસરિયાનાં બે લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢનાં રૂપવાડા ગામનાં બસ સ્ટોપ ફળિયામાં રહેતી કિંજલબેન સતિષભાઇ ગામીત (ઉ.વ.23, મૂળ રહે.ચાંપાવાડી ગામ, દાદરી ફળીયુ, તા.વ્યારા) તેમના પતિ સતિષભાઈ છગનભાઈ ગામીત અને સાસુ ઇલાબેન છગનભાઇ ગામીત નાઓએ બંને મળી કિંજલબેનને ગાળો આપી અને મારઝુડ કરી અસહ્ય દુ:ખ, શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા. બનાવ અંગે કિંજલબેન ગામીત નાએ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application