Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના સરવાળા ફાટા પાસે ટ્રક અને રીક્ષા વચ્ચેનાં અકસ્માતમાં એક બાળકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું

  • November 05, 2023 

નિઝરના સરવાળા ફાટા પાસે એક મજુર ભરેલ રિક્ષાને ટ્રકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં એક બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર રાજ્યનાં વીરપુર ગામમાંથી નિઝર તાલુકામાં મજૂરી કામ અર્થે મજૂરો આવજાવ કરે ચી જેથી ગતરોજ મજૂરી કામ અર્થે રિક્ષામાં મજુરો આવ્યા હતા અને તેઓ પોતાનું કામ કરી સાંજે પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.




તે સમયે રિક્ષા નંબર GJ/19/U/6063ને નિઝરના સરવાળા ફાટા પાસે એક ટ્રક ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ ગંભીર અકસ્માતમાં એક બાળકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને શરીરને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે નિઝર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application