મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં ઉમરવાવદુર ગામનાં સ્વરાજ ફળિયામાં કચરા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતાં એક મહિલાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં ઉમરવાવદુર ગામનાં સ્વરાજ ફળિયામાં રહેતી રીનાબેન વિનોદભાઈ ચૌધરી (ઉ.વ.42) નાએ સોમવારનાં રોજ બપોરનાં સમયે કચરાનો ઢગલો કરેલ હોય જ્યાં મમતાબેન નિલેશભાઈ ચૌધરી (રહે.ઉમરવાવદુર, સ્વરાજ ફળિયું, ડોલવણ) નાએ લીલો કચરો કાપી કચરાનાં ઢગલાની બાજુમાં નાખેલ હોય જેથી રીનાબેનએ કહ્યું કે, તને દેખાતું નથી આ કચરો સળગાવ્યા પછી ચારો નાખવાનો હતો તેવું જણાવતા મમતાબેન નાઓએ નિલેશભાઈ શાંતિલાલભાઈ ચૌધરી (રહે.ઉમરવાવદુર, સ્વરાજ ફળિયું, ડોલવણ) નાને ફોન કરી બોલાવી લીધા હતા.
ત્યારબાદ નિલેશભાઈ ચૌધરી નાએ રીનાબેનનાં ઘરે જઈ માથામાં ડાબી બાજુ ઉપરનાં ભાગે પથ્થર મારી ઈજા કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મમતાબેનએ પણ રીનાબેનને ઢીક્કા મૂકીને માર મારી નાલાયક ગાળો બોલી તથા તારાબેન શાંતિલાલભાઈ ચૌધરી નાઓએ રીનાબેનને જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલી ઝઘડો કર્યો હતો. બનાવ અંગે રીનાબેન ચૌધરીની ફરિયાદનાં આધારે મારામારી કરનારા બે મહિલા સહીત એક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાતા ડોલવણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500