મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં કોઠલી ગામથી કાવઠા ગામ વચ્ચે ટ્રકમાં રેતી ભરી જતાં ચાલક સામે બાઈક ચાલકે ઉભી રાખી તેને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં બાલઅમરાઈ ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ રડતીયાભાઈ ગામીત નાંઓ તારીખ 13/02/2024નાં રોજ મોદી સાંજે પોતાના કબ્જાની ટ્રક નંબર GJ/26/U/0388 લઈને કોઠલી ગામમાં આવેલ લીઝ પરથી રેતી ભરી સોનગઢ જવા નીકળતા હતા.
તે સમયે કોઠલી ગામથી કાવઠા ગામ વચ્ચે રસ્તા પર આવતાં બાઈક ચાલક કલ્પેશભાઈ રમેશભાઈ પાડવી (રહે.વેલદા ગામ, તા.નિઝર)નાંઓ પોતાની બાઈક સામેથી લઈને આવતાં અને રમેશભાઈ ગામીતને કારણ વગર કહેલ કે, ‘તું મારી ઉપર ગાડી કેમ લાવે છે’ તેમ કહી રમેશભાઈને નાલાયક ગાળો આપી છાતીના ભાગે તથા ગળાના ભાગે ઢીક્ક મુક્કીનો માર માર્યો હતો તેમજ કલ્પેશભાઈ સાથેના ઈસમે પણ રમેશભાઈને ગાળાગાળી કરી શરીરે ઢીક્ક મુક્કીનો માર માર્યો હતો અને ગાળો બોલી રમેશભાઈને ધમકી આપી કહેલ હતું કે, આજે તું બચી ગયેલ છે પરંતુ ફરીથી તું રેતી ભરવા આવશે તો તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500