મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં ટોકરવા ગામે વૃક્ષના પાંદડા ઘરનાં આગળનાં પડવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતાં મામલો ઉચ્છલ પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં ટોકરવા ગામનાં મોટુ ફળિયામાં રહેતા સુતાભાઇ દાવભાઇ વસાવા નાઓને અનિલભાઇ ભામટીયાભાઇ વસાવા (રહે.ટોકરવા ગામ, નાનુ ફળીયુ, તા.ઉચ્છલ) નાએ ગત તા.20 ફેબ્રુઆરીનાં રોજ કહ્યું હતું કે, તમારા ખેતરનાં કિનારે આવેલ વૃક્ષના પાંદડા અમારા ઘર આગળનાં રસ્તા ઉપર પડે છે.
એમ કહી નજીકમાં પડેલ લાકડી વડે સુતાભાઇને પીઠના નીચેના ભાગે તથા ડાબા પગ તથા જાંઘના ભાગે લાકડીનાં સપાટા મારી સુતાભાઇ નાઓની સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ઉચ્છલ પોલીસે અનિલભાઇ ભામટીયાભાઇ વસાવા વિરુદ્ધ તારીખ 22નાં રોજ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500