મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ડોલારા ગામનાં બસ સ્ટેશન પાસે આવેલ ચાઈનીઝ દુકાન પાસે જૂની અદાવત રાખી યુવકને મારમારી લોહી લુહાણ હાલત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી આપનાર ચાર શખ્સ સામે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારાનાં પેરવડ ગામનાં ટેકરી ફળિયામાં રહેતા અભિષેકભાઈ હરેશભાઈ ગામીત નાંએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 04/07/2024નાં રોજ અભિષેકભાઈ અને જયેશભાઈ ગામીત (રહે.મેઘપુર)નાંઓ તેમની બાઈક લઈને વ્યારા ખાતે આવ્યા હતા અને બાઈક મૂકી વેગી ફળિયામાં ચાલતા ચાલતા જતાં હતા.
તે સમયે વાલોઠા ગામનાં રાહુલ ગામીત અને તેની એક ઈસમ જેનું નામ ઠામ ખબર નથી તે બંને જણા આવતા હતા તે બંને માંથી જે ઓળખતા નથી તેને ધક્કો લાગી જતાં ચારેય વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. જોકે આં જૂની વાતની અદાવત રાખી તારીખ 08/07/2024નાં રોજ ડોલારા બસ સ્ટેશન પાસે દિલખુશ ચાઈનીઝ દુકાન પાસે અભિષેકભાઈ હરેશભાઈ ગામીત અને મેહુલભાઈ ઈલેશભાઈ ગામીત ગયા હતા તે સમયે અભિષેકભાઈ પાસે રાહુલ ગામીત (રહે.વાલોઠા ગામ, વ્યારા) અને અજય ગામીત (રહે.ડોલારા ગામ, વ્યારા) પાસે આવી જૂની અદાવત રાખી અભિષેકભાઈને રાહુલ ગામીતે વાત કરીએ તેમ કહી બોલાવી રાહુલ અને અજયે બંને મળી અભિષેકભાઈને ઢીકમુક્કીનો અને નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.
તે દરમિયાન સંજય ગામીત અને રાજુ ગામીત (બંને રહે.ડોલારા ગામ, વ્યાર) પણ આવી ચારેય જણા મળી અભિષેકભાઈને મારમારી જમીન ઉપર પાડી લઈ લાત વડે મારી રાહુલે તેના હાથમાં પહેરેલ કડું અભિષેકભાઈનાં માથાનાં ભાગે મારી લોહી લુહાણ કરી ઈજા પહોંચાડી હતી અને આ ઝઘડામાં વચ્ચે પડેલા મેહુલભાઈને સંજયે થાપડ મારી દીધી હતી. બનાવ અંગે અભિષેકભાઈ ગામીત નાંએ તારીખ 09/07/2024નાં રોજ વ્યારા પોલીસ મથકે રાહુલ ગામીત (રહે.વાલોઠા ગામ), અજય ગામીત, સંજય ગામીત અને રાજુ ગામીત (ત્રણેય રહે.ડોલારા ગામ)નાંઓના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500