મનિષા એસ. સુર્યવંશી/તાપી ઉચ્છલનાં મોગરાણ ગામ રહેતી બારકીબેન ગોવિંદભાઈ વસાવા નાએ શુક્રવારનાં રોજ ઉચ્છલના પોલીસે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તારીખ 29/06નાં રોજ પ્રેમદાસભાઈ અર્જુનભાઈ વસાવા નાઓએ બારકીબેનને કહ્યું હતું કે, તું અમારા ખેતરમાં કપાસની વાવણી કેમ કરી આવેલ છે??? જેથી બારકીબેનએ કહ્યું કે મેં મારા પતિના હિસ્સાના ખેતરમાં કપાસની વાવણી કરેલ છે, તેવું કહેતા પ્રેમદાસભાઈ અર્જુનભાઈ વસાવા, કાશીરામભાઈ અર્જુનભાઈ વસાવા, આશિષભાઈ કાશીરામભાઈ વસાવા અને પિયુષભાઈ રાજેન્દ્રભાઈ વસાવા (તમામ રહે.મોગરણ ગામ, ઉચ્છલ) નાઓ બધા એકદમ ઉશ્કેરાઈ જઈ બારકીબેન જઈ સાથે નાલાયક ગાળો બોલી ઝઘડો તકરાર કરવા લાગ્યા હતા.
તે સમયે પ્રેમદાસભાઈ અર્જુનભાઈ વસાવા નાઓ ક્યાંકથી કુહાડીનો ડંડો લઈ આવી બારકીબેનના ડાબા હાથના બાવળા પાસે કમરના ભાગે તથા પીઠના ભાગે ચારથી પાંચ ફટકા મારી દીધા હતા અને કાશીરામભાઈ વસાવા, આશિષભાઈ વસાવા અને પિયુષભાઈ વસાવા નાઓએ બારકી સાથે ઝપાઝપી કરી ઢીક મુક્કીનો માર મારેલ અને બારકીબેનને ધમકી આપી કહ્યું હતુ કે, હવે પછી ખેતરે કામ કરવા આવશે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બનાવ અંગે બારકીબેન વસાવા નાએ ઉચ્છલ પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500