મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં બેડચીત ત્રણ રસ્તા પાસે આવેલ નહેર પાસે એક મહિલાને નાલાયક ગાળો બોલી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર કલકવા ગામનાં બે મહિલા સહીત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ આપતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં બેડચીત ત્રણ રસ્તા પાસે આવેલ નહેર પાસે શુક્રવારનાં રોજ રાત્રીનાં સમયે સ્નેહાબેન રાજુભાઈ પટેલ (રહે.તીતવા ગામ, તા.વાલોડ)નાને રજનીકાંત કાંતુભાઈ આહીર (રહે.કલકવા ગામ, હનુમાન ફળિયું, ડોલવણ) નાએ જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલી ઝપાઝપી કરી ધક્કો મારી નીચે પાડી દઈ ડાબા હાથે કોળીનાં ભાગે ઇજા કરી તથા નાક ઉપર નખોરીયા માર્યા હતા અને કાંતુભાઈ દલુભાઇ આહીર (રહે.કલકવા ગામ, હનુમાન ફળિયું, ડોલવણ) નાએ સ્નેહાબેનને ગાળો બોલી ગાલ ઉપર બે લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તેમજ શાંતાબેન કાંતુભાઈ આહીર (રહે.કલકવા ગામ, હનુમાન ફળિયું, ડોલવણ) અને મયુરીબેન કાંતુભાઈ આહીર (રહે.કલકવા ગામ, હનુમાન ફળિયું, ડોલવણ) નાઓએ પણ સ્નેહાબેનને જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે સ્નેહાબેન રાજુભાઈ પટેલ નાએ શનિવારનાં રોજ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500